ધો.૧૦નું એકંદર પરિણામ ૫૩.૦૯ ટકા ૨.૧૩ લાખ વિદ્યાર્થી બીજીવાર પણ નાપાસ
આ વર્ષના નિયમિત તથા રીપીટર અને ખાનગી વિદ્યાર્થીઓ સાથેનું
-આ વર્ષે પણ સૌથી વધુ પરિણામ સુરત જીલ્લાનું અને સૌથી ઓછુ નર્મદા જીલ્લાનું
અમદાવાદ,તા.29 મે 2017, સોમવાર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધો.૧૦ની જાહેર બોર્ડ પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાયુ છે.જે નિયમિત,રીપીટીર અને ખાનગી-એક્સર્ટનલ વિદ્યાર્થીઓ સાથેનું ૫૩.૦૯ ટકા રહ્યુ છે.જ્યારે બોર્ડ દ્વારા આ વર્ષે પ્રથમવાર પરીક્ષા આપનારા નિયમિત વિદ્યાર્થીઓનુ અલગથી જાહેર કરાયેલુ ૬૮.૨૪ ટકા પરિણામ છે,જે ગત વર્ષ કરતા ૧.૧૮ ટકા વધુ છે.મહત્વનું છે કે ૨.૧૩ લાખથી વિદ્યાર્થી એકથી વધુ વાર પરીક્ષા આપવા છતાં પણ ફરીથી નાપાસ થયા છે અને આ વર્ષે ગત વર્ષ કરતા પણ વધુ રીપીટર નાપાસ થયા છે.
ધો.૧૦ની આ વર્ષે લેવાયેલી બોર્ડ પરીક્ષા ૭૭૫૦૧૩ નિયમિત વિદ્યાર્થીએ,૨૬ ૬૧૦ રીપીટર વિદ્યાર્થી અને ૪૨૮૨૨ ખાનગી તથા એક્સટર્નલ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી અનુક્રમે ૫૨૮૮૭૦, ૩૩૩૮૫ અને ૨૯૮૯ વિદ્યાર્થી પાસ થયા છે.આમ આ વર્ષે પરીક્ષા આપનારા નિયમિત વિદ્યાર્થીઓનુ પરિણામ ૬૮.૨૪ ટકા છે ,જે ગત વર્ષે ૬૭.૦૬ ટકા હતુ,રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ ૧૩.૫૪ ટકા છે.જે ગત વર્ષ ઘણુ ઓછુ છે,ગત વર્ષે રીપીટરનું પરિણામ ૨૦.૫૬ ટકા હતુ.જ્યારે ખાનગી અને એક્સટર્નલ વિદ્યાર્થીઓનું પરિણામ ૬.૯૮ ટકા છે જે ગત વર્ષે ૮.૧૬ ટકા હતું.૭૯.૨૭ ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જીલ્લો સુરત છે.ગત વર્ષે પણ સુરત જીલ્લાનું પરિણામ સૌથી વધુ હતુ,જ્યારે ૪૬.૯૦ ટકા સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જીલ્લો નર્મદા છે.ગત વર્ષે પણ નર્મદા જીલ્લાનુ પરિણામ સૌથી ઓછુ હતું. જ્યારે કેન્દ્રવાર જોઈએ તો ૯૭.૪૭ ટકા સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર રાજકોટ જીલ્લાનું રૃપાવટી છે અને ૧૦.૫૦ ટકા પરિણામ સાથે સૌથી ઓછુ પરિણામ સાબરકાંઠાના લાબડીયા કેન્દ્રનું છે.
આ વર્ષે ૨૦ ટકા ગ્રેસિંગ સાથે પાસ કરાયેલા ઉમેદવારોની સંખ્યા વધીને ૧૬૨૪ થઈ છે જ્યારે શારીરિક રીતે અસક્ષમ વિદ્યાર્થીઓ ૬૦૦૩ છે. ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વર્ષે ૪૨૧થી વધીને ૪૫૧ થઈ છે.આ વર્ષે ગેરરીતિના કુલ કેસો ૧૦૮ છે. એક વિષયમા નાપાસ હોય તેવા વિદ્યાર્થી ગત વર્ષે ૯૦૪૧ હતા અને આ વર્ષે ૨૧૩૧૯ છે,જ્યારે બે વિષયમા નાપાસ થયા હો તેવા વિદ્યાર્થી ગત વર્ષે ૪૯૯૨૩ હતા અને આ વર્ષે ૫૯૬૭૧ છે.
જાતિવાર પરિણામ જોઈએ તો નિયમિત ,રીપીટર અને ખાનગી-એક્સર્ટનલ કેટેગરી સહિત ત્રણેય કેટેગરીમાં વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓની સરખામણીએ ઘણુ સારુ રહ્યુ છે.જ્યારે આ વર્ષે એ૧ ગ્રેડમાં વિદ્યાર્થીઓ વધતા ૩૭૫૦ છે.માધ્યમવાર પરિણામ જોઈએ તો ગુજરાતી માધ્યમનું ૬૫.૯૩ ટકા,અંગ્રેજી માધ્યમનું ૯૨.૭૨ ટકા અને હિન્દી માધ્યમનું પરિણામ ૭૩.૧૧ ટકા રહ્યુ છે.
CCTVમાં ચોરી કેસ વધતા આ વર્ષે ૨૦૦૦થી વધુનું પરિણામ અનામત
આ વર્ષે બોર્ડની પરીક્ષાઓમાં રૃબરૃમાં નોંધાયેલા ગેરરિતના કેસ ગત વર્ષની સરખા જેટલા જ છે.પરંતુ સીસીટીવી ફુટેજના આધારે ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સામેના કોપી કેસ વધ્યા છે.આ વર્ષે રાજકોટ,સાબરકાંઠા અને પંચમહાલ સહિતના ઘણા જીલ્લામાં ગ્રામ્યના કેન્દ્રોમાં વીજળીના વાયરો કાપી નાંખવાથી માંડી ઈન્ટરનેટ એ સીસીટીવી બંધ કરી માસ કોપી કરવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે ધો.૧૦માં સીસીટીવી ફુટેજના આધારે થયેલા ૧૧૯૮ કેસ છે.જે ગત વર્ષે ૧૦૦૭ હતા.આ ૧૧૯૮ વિદ્યાર્થીઓના તેમજ અન્ય કારણોસર ૮૧૦ વિદ્યાર્થીના પરિણામ અનામત રખાયા છે.મહત્વનું છે કે પ્રથમવાર એક સાથે ૮૦૦થી વધુ વિદ્યાર્થીના પરિણામ કોઈ કારણોસર અનામત રખાયા છે.
જે જિલ્લામાં માસકોપીની ઘટના બની તે જિલ્લાનું કેન્દ્ર ટોપ પર
ધો.૧૦ની બોર્ડ પરીક્ષામા આ વર્ષે સૌથી વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર રાજકોટ જીલ્લાનું છે ત્યારે ધો.૧૦ની બોર્ડ પરીક્ષામાં અંગ્રેજીના પેપરમાં રાજકોટ જીલ્લાના જ ગોંડલ તાલુકાના કુંભાજી-દેરડી કેન્દ્રમાં માસ કોપીની સૌથી મોટી ઘટના બની હતી અને એક સાથે ૩૫ વિદ્યાર્થીઓને માસ કોપીમાં પકડવામા આવ્યા હતા.મહત્વનું છે કે રાજકોટ જીલ્લાના ઘણા ગ્રામ્યના કેન્દ્રોમાં આ વર્ષે સ્થાનિક પોલીસ અને સ્થાનિક સ્ટાફની મદદથી ચોરીઓ થઈ છે ત્યારે રાજકોટ જીલ્લાનું જ કેન્દ્ર સૌથી વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર બન્યુ છે.
એ૧ ગ્રેડમાં ૬૩૫ વિદ્યાર્થી વધતા આ વર્ષે ૩૭૫૦ વિદ્યાર્થીઓ
ગ્રેડવાઈઝ ધો.૧૦નું પરિણામ જોઈએ તો આ વર્ષે એ૧ ગ્રેડમાં ૩૭૫૦ વિદ્યાર્થી આવ્યા છે.જે ગત વર્ષે ૩૧૧૫ હતા.આમ આ વર્ષે એ૧ ગ્રેડમાં ૬૩૫ વિદ્યાર્થી વધ્યા છે.
ગ્રેડ વિદ્યાર્થી
એ૧ ૩૭૫૦
એ૨ ૨૪૪૫૪
બી૧ ૫૭૭૩૯
બી૨ ૧૧૩૫૩૮
ગ્રેડ વિદ્યાર્થી
સી૧ ૧૮૧૮૧૭
સી૨ ૧૪૦૨૨૯
ડી ૭૩૩૭
ઈ૧ ૧૬

0 comments:
Post a Comment